તપાસ:મૂડીની રકમ ફસાઈ જતા વૃદ્ધે પોલીસ કરી વડાને રજૂઆત

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ પહેલાં રૂ 3 લાખ રૂપિયા ભરતી વખતે વ્યાજ આ પવાનુ કહ્યું હતું

પોરબંદરમાં સહારામાં મરણમૂડીની રૂ 3 લાખની રકમ ફસાઈ જતા વૃદ્ધે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. દસ વર્ષ પહેલાં ત્રણ લાખ રૂપિયા ભરતી વખતે મહિલાને વ્યાજ આપવાનું જણાવ્યા બાદ છેતરપિંડી ફરિયાદ થઈ છે. પોરબંદરમાં એક લખનઉની સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીને 10 વર્ષ પહેલાં ત્રણ લાખ રૂપિયા ભર્યા હતા, ત્યારે મહિને 2627 રૂપિયા વ્યાજ આપવાનું જણાવ્યું હતું. પરંતુ આ વૃદ્ધને કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવામાં આવી નહીં અને ચેતરપિંડી કરવામાં આવી હોવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદરના ગોપનાથ પ્લોટમાં આવેલ મરીન એપાર્ટમેન્ટમાં રહેતા 71 વર્ષના વૃદ્ધ સાદીક અલી એફ સાદીકોટે કરેલ રજૂઆતમાં જિલ્લા પોલીસ વડાને જણાવ્યું છે કે મેં મારા મરણ મોળીના સહારા પ્રો કુ લીમાં ત્રણ લાખ ભરેલ હતા. અને દર મહિને મને સર્વિસ 2627 વ્યાજ આપવાની વાત કરી હતી. પરંતુ આ લોકો આ જ દિવસ સુધી વ્યાજ કે મારી પાકની મુદતના મરણ મૂડીના પૈસા આપ્યા નથી.

જ્યારે ઓફિસની મુલાકાત કચેરીએ જાવ તો જણાવે છે કે બાપા થોડા જ સમયમાં આપના પૈસા મળી જશે. આવી મીઠી મીઠી વાતો કરી મને આશ્વાસન આપીને મોકલી આપે છે, પૈસા મળતા નથી. અને અમારી મરણમુળીનું વ્યાજ મળતું નથી. આજે 11 વર્ષ પુરા થયા પરંતુ સહારા કંપનીએ ઠાલા વચનો આપ્યા છે. અને પૈસા આપ્યા નથી. આમ છેતરપિંડી કરી હોવાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...