વ્યસન મુક્તિ શપથ સમારોહ:સુભાષનગર વિસ્તારના 78 જેટલા વ્યસની નાગરિકોએ લીધા શપથ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમા "વ્યસન મુક્તિ શપથ" સમારોહ યોજાયો હતો. જેમા સુભાષનગર વિસ્તારના 78 જેટલા વ્યસની નાગરિકોએ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમા નશો-વ્યસન છોડવાના સંકલ્પ લઇને અન્યને પણ પ્રેરણા પુરી પાડવા કટીબધ્ધ થયા હતા. આ તકે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા,જિલ્લા વિકાસ અધિકારી અને ખારવા સમાજના પ્રમુખ,નશાબંધી અમલીકરણ સમિતિના સભ્ય ડો.ચેતના તિવારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નશામુક્તિના સંકલ્પકર્તાઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ જિલ્લા કલેકટર, ભાઇશ્રી રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવોએ પાઠવી હતી. સુભાષનગર વિસ્તારમાં સ્વૈચ્છિક વ્યસન છોડવા ઈચ્છતા 78 લોકોએ પ્રાર્થના હોલ સુભાષ નગર ખાતે આગેવાનોની હાજરીમાં પ્રતિજ્ઞા પત્રમાં સહી કરીને પ્રતિજ્ઞા લીધી કે આજ પછી કોઈપણ વ્યસન કરીશું નહીં.

આ તકે રમેશભાઇ ઓઝાએ વ્યસન છોડનાર લોકોને કહ્યુ કે,આજે તમે તમારા ઘરની માતા, પત્નિ, બહેન કે પુત્રીને મોટી ભેટ આપી છે. તેની આંખમાં જે આનંદ અને પ્રેમ છે, એના નશામાં રહો. પ્રામાણિકતાથી મહેનત કરો. તમારું વ્યસન ભૂલાઇ જશે. આજે તમારા સાથીઓ અને મેડિકલ ટીમ તમારી પડખે છે. તમારો આ સંકલ્પ મારા જન્મ દિવસની મોટી ભેટ છે.

આ તકે કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ અધિક્ષક વ્યસન છોડનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા. નશાબંધી અધિક્ષકે સર્વેનો આભાર માની નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી બીબી કરમટાએ વ્યસનમુક્તિની દવા વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...