ઉજવણી:દેશમાં 100 કરોડ રસીકરણ થતાં ગાંધી જન્મ સ્થળમાં રોશની કરાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 84.82 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ અને 57 ટકા લોકોને બંને ડોઝ આપી દેવાયા

દેશમાં કોરોનાની મહામારી ફેલાયા બાદ પ્રથમ લહેર અને બીજી લહેર બાદ વેક્સિનેશનની કામગીરી બુલેટ ગતિએ શરૂ કરવામાં આવી હતી જેના પરિણામે આજે દેશમાં 100 કરોડ લોકોને કોરોના વેક્સિનની રસીઓ આપી દેવામાં આવી છે. તેની ઉજવણી સ્વરૂપે પોરબંદર સ્થિત ગાંધી જન્મ સ્મારકને રોશની કરી ઉજવણી કરવામાં આવી હતી.

પોરબંદર જીલ્લામાં અત્યાર સુધીમાં 417494 (84.82 ટકા) લોકોને વેક્સિનનો પ્રથમ અને 238275 (57 ટકા) લોકોને વેક્સિનનો બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત જીલ્લાના 46 ગામડાઓમાં 100 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે જયારે કે બે ગામમાં 100 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...