આયોજન:કમુહૂર્તા અંગે માન્યતાનું ખંડન કરી અંધશ્રદ્ધા દૂર કરવા માટે આર્યસમાજે જ્યોત જલાવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમૂરતા દરમ્યાન 4 લગ્ન યોજાયા, મનુષ્ય જે સમયે શુભ કરી કરે તે સમય તેના માટે શુભ થઈ જાય, જે દિવસે પ્રસન્નતા હોય તે દિવસે વિવાહ કરવા : આર્યસમાજ

કુમુહુર્ત અંગે માન્યતાનું ખંડન કરી અંધશ્રદ્ધા દૂર કરવા આર્યસમાજે જ્યોત જલાવી છે. આ કમૂરતા દરમ્યાન 4 લગ્ન યોજાયા હતા. મનુષ્ય જે સમયે શુભ કરી કરે તે સમય તેના માટે શુભ થઈ જાય, જે દિવસે પ્રસન્નતા હોય તે દિવસે વિવાહ કરવા જોઈએ તેવી પત્રિકા દ્વારા પણ આર્યસમાજ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

હિન્દૂ સમાજમાં એવી માન્યતા ઘર કરી ગઈ છેકે, કુમુહુર્ત હોય તે દરમ્યાન લગ્નનું આયોજન કરવું ન જોઈએ આવી માન્યતાનું ખંડન કરવા અને અંધશ્રદ્ધા દૂર કરવા પોરબંદરના આર્યસમાજ દ્વારા વર્ષોથી લોકોને જાગૃત કરવા જ્યોત જલાવી છે. પોરબંદરના આર્યસમાજ દ્વારા મુહૂર્ત કુમુહુર્તનું સ્પષ્ટિકરણ શાસ્ત્રોના આધારે કરવામાં આવ્યું છે. જેમાં સમય જડ પદાર્થ છે અને દરેક કર્મનું સાધન છે, કોઈપણ સમય શુભ અથવા અશુભ નથી હોતા, ઈશ્વરે બધો જ સમય શુભ કાર્ય કરવા માટે આપેલ છે. આથી જો મનુષ્ય જે સમયે શુભ કાર્ય કરે તે સમય તેના માટે શુભ સમય થઈ જાય છે.

આથી લોકોની અનુરૂપતા પ્રમાણે કોઈપણ મહિનામાં કોઈપણ દિવસે વિવાહ વગેરે સોળ સંસ્કાર તથા યજ્ઞ કર્મ સારા કાર્યો કરવાનું શાસ્ત્રનું વિધાન છે. વિવાહ સંસ્કાર બાબતે મહર્ષિ દયાનંદ સરસ્વતી મહારાજે સંસ્કાર વિધિના વિવાહ પ્રક૨ણની ભૂમિકામાં ઘણાં બધા ગુસૂત્રોનો પૂરાવો આપી લખ્યું છેકે, જે દિવસે પ્રસન્નતા હોય તે દિવસે વિવાહ ક૨વા. કેટલાક આચાર્યોનો મત છે કે કોઈપણ સમયે વિવાહ કરવા જોઈએ, આપણા કોઈપણ વૈદિક શાસ્ત્રમાં કુમુહૂર્ત (કમુરતા)નું વર્ણન નથી, માત્ર મુહૂર્તનું વર્ણન છે.

અજ્ઞાનતાને કા૨ણ મુહૂર્ત- કુમુહૂર્ત તથા શુભ- અશુભ મુહૂર્તનું પાખંડ ચાલે છે જે કોઈપણ રીતે માનવા યોગ્ય નથી, શાસ્ત્ર વિરૂધ્ધ ભ્રામક માન્યતા છે તેવું આર્યસમાજ દ્વારા પત્રિકા મારફત જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. જેના કારણે લોકો જાગૃત થઈ રહ્યા છે. આર્યસમાજ ખાતે કમુરતા દરમ્યાન દરમ્યાન 4 નવદંપતિ એ પ્રભુતામાં પગલાં પાડયા છે. આર્યસમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, લોકજાગૃતિના કારણે અનેક નવયુગલો કમુરતા દરમ્યાન પણ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. અને જોડાઈ રહ્યા છે.

ગત વર્ષે કમુરતામાં 22 લગ્ન યોજાયા હતા
આર્યસમાજ દ્વારા કમૂરતા અને શુભ અશુભ સમય અંગે વર્ષોથી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે ગત વર્ષે ડિસેમ્બર - જાન્યુઆરી માસ દરમ્યાન કમૂરતામાં 22 જેટલા લગ્ન યોજાયા હતા. આ વખતે કમુરતા દરમ્યાન 4 લગ્ન યોજાયા છે અને હજુ કમૂરતા ચાલુ છે ત્યારે આગામી દિવસોમાં પણ લગ્ન યોજાશે તેવું જણાવ્યું હતું.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...