દિલ્હીના મુખ્યમંત્રી પોરબંદરની ટુકી મુલાકાતે:અરવિંદ કેજરીવાલે મફત વીજળી અને બોટાદના લઠ્ઠાકાંડમાં થયેલ મોત મામલે આકરા પ્રહારો કર્યા

પોરબંદર14 દિવસ પહેલા
  • પોરબંદર એરપોર્ટ પરથી કેજરીવાલ બાય રોડ સોમનાથ જવા રવાના થયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓચિંતા પોરબંદરની ટુકી મુલાકાતે પહોંચ્યા હતા..ગીર સોમનાથના કાર્યક્રમને લઈને અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ફ્લાઇટ વડે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા.એરપોર્ટ પર ગુજરાત આપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર એરપોર્ટ પરથી કેજરીવાલ બાય રોડ સોમનાથ જવા રવાના થયા હતા.

કાલે સોમનાથ મહાદેવના દર્શન કરશે
પોરબંદર એરપોર્ટ પરથી સોમનાથ જતા પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, આવતી કાલે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યાર બાદ રાજકોટ પહોંચી ત્યાંના વેપારીઓ સાથે મુલાકાત કરશે.

મફત વિજળી મુદ્દે આપી પ્રતિક્રિયા
ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કર્યા બાદ ભાજપ દ્વારા ફ્રી રેવડી તેમજ શ્રીલંકાના નિવેદનો આપ્યા હતા. જેનો જવાબ આપતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, નેતાઓ 3-4 હજાર યુનિટ વીજળી મફત મળે છે. ત્યારે ભાજપના નેતાઓને કોઇ વાંધો નથી પરંતુ પ્રજાને 300 યુનિટ વીજળી મફત આપવાની અમે વાત કરીએ તો તેઓને મરચા લાગે છે.

લઠ્ઠાકાંડ મુદ્દે કર્યા આકરા પ્રહારો
ગુજરાતના બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં થયેલ મોત મામલે પણ કેજરીવાલે પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે રાજ્યમા દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યારે આ રીતે દારૂ વહેચાય છે તેની પાછણ રાજકીય ઓથ હોવાના આક્ષેપ કર્યા હતા. અને રાજકીય રક્ષણ વિના આ શક્ય જ ન હોવાનુ જણાવી આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ તેમ મુખ્યમંત્રી કેજરાવાલે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...