આયોજન:કલાકારની વ્યાખ્યામાં આવતા કલાકારોને રાજ્ય સરકાર દ્વારા ઓળખપત્ર અપાશે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાના કલાકારો 2 વર્ષની મુદ્દતનાં ઓળખપત્ર માટે અરજી કરી શકશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વિભાગ ગાંધીનગર અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પોરબંદર જિલ્લાના કલાકારો માટે કલાકાર કલ્યાણનિધિની વહીવટી સમિતિએ નક્કી કર્યા અનુસાર કલાકારની વ્યાખ્યામાં આવતા કલાકારોને ઓળખપત્ર મળી શકશે.

સંગીત નૃત્ય, નાટ્ય, ગાયન, વાદન, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શીલ્પ, ગ્રાફિક્સ તેમજ લોકશૈલીની પારંપારીક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેઓનું કોઈ ક્ષેત્રે કે એકથી વધારે ક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષ નોંધપાત્ર પ્રદાન કર્યું હોય તેવા કલાકારને તથા માન્ય કલા સંસ્થા જે પાંચ વર્ષ કે તેથી વધુથી કાર્યરત હોય તેવી સંસ્થાના વધુમાં વધુ ત્રણ હોદેદારોને ઓળખપત્ર મળી શકશે. માન્ય સંસ્થાએ નોંધણીના દાખલાની પ્રમાણીત નકલ તથા પ્રમુખ, ઉપપ્રમુખ મંત્રી વિવિધ હોદેદારોની વિગતો મોકલવાની રહેશે.

કમિશનરની કચેરી-અકાદમી દ્વારા આયોજિત વિવિધ મહોત્સવ-સ્પર્ધામાં ભાગ લીધો હોય, લલિતકલા અકાદમી હસ્તક વનમેન શો-ગૃપ શોમાં ભાગ લીધેલ હોય તેવા કલાકારોને પણ બે વર્ષની મુદત માટે ઓળખપત્ર મળવા પાત્ર છે.ઓળખપત્ર માટે કલાકારે તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટો આપવાના રહેશે. તથા ફોટો પાછળ નામ લખવાનું રહેશે. જન્મ તારીખ બાબતે જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે.

તેમજ દુરદર્શન, આકાશવાણીની પેનલ પર પાંચ વર્ષથી સક્રિય હોય અથવા રાજ્ય સરકારના કાર્યક્રમો સાથે પાંચ વર્ષથી સંકળાયેલ હોય તેના પુરાવા, ઓળખપત્ર અંગે નિયત કરેલ માપદંડ મુજબ કલાકાર તરીકે પ્રસ્થાપીત કરતા આધારપુરાવા અને કલાકારે પોતાના બાયોડેટાની અને જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણીત નકલો અલગથી બીડવાની રહેશે. ઓળખપત્ર માટેના અરજી પત્રક પેટે રૂ.10 આપવાના રહેશે. જરૂરી આધાર પુરાવા સાથે તા: 11/5/2022 સુધીમાં કચેરી ખાતેથી ફોર્મ મેળવી પરત જમા કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...