રક્ષાબંધન:બજારમાં અવનવી રાખડીઓનું આગમન, ગત વર્ષ કરતા ભાવમાં 25 ટકાનો વધારો

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન રાખડી બિઝનેસથી સ્થાનિક બજારમાં મિશ્ર ઘરાકી

પોરબંદરની બજારમાં અવનવી રાખડીઓનું આગમન થયું છે. ગત વર્ષ કરતા ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. ઓનલાઇન રાખડી બિઝનેશથી બજારમાં મિશ્ર ધરાકી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પોરબંદરની બજારમાં અવનવી રાખડીઓનું વેચાણ શરૂ થયું છે.

હાલના સમયમાં બહેનો ભાઈને તેમજ ભાભીને પણ રાખડી બાંધે છે ત્યારે બજારમાં ભાઈ ભાભી માટે કપલ રાખડી, લુંબા રાખડી, બ્રેસલેટ રાખડી તેમજ ભાઈઓ માટે સ્પંચ રાખડી, પેન્ડલ, સુખડ, રુદ્રાક્ષ વાળી, ડાયમંડ, ભગવાનના મુખવાળી રાખડીઓ અને ચાંદીની રાખડીઓ ઉપરાંત નજર ન લાગે તેવી એવીલ રાખડીઓ, મહાકાલ અને મહાદેવના નામ વાળી રાખડીઓ વનપીશ પેકિંગ અને વુડન પેકિંગ સહિત બાળકોની અવનવી રાખડીઓ બજારમાં આવી છે.

બ્રાહ્મણ માટેના બળેવડા, ભગવાન માટે પવિત્રા પણ બજારમાં જોવા મળે છે. ગત વર્ષ કરતા આ વખતે રાખડીમા 25 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. હાલ ઓનલાઇન ખરીદીનું ચલણ વધ્યું છે. ઓનલાઇન રાખડીઓ પણ મળી રહી છે જેથી ગ્રાહકો ઘરે બેઠા ઓનલાઇન રાખડીઓની ખરીદી કરી રહ્યા છે જેથી બજારમાં ગ્રાહકોની મિશ્ર ધરાકી જોવા મળતી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

ભાઈ ભાભીની કપલ રાખડી રૂ. 50 થી 200 સુધીની, ભાઈઓ માટે 5 રૂપિયાથી માંડીને રૂ. 500 સુધીની રાખડી તેમજ ચાંદીની રૂ. 200થી લઈને રૂ. 1200 સુધીની રાખડી મળે છે. બાળકોની રાખડી રૂ. 10 થી લઈને રૂ. 60 સુધીની રાખડી મળે છે. ભગવાન માટેના પવિત્રા રૂ. 10 થી માંડીને રૂ. 70 સુધીના મળે છે.

બાળકો માટે અવનવી રાખડી
બાળકો માટે અવનવી રાખડી

ભાવ વધારાનું કારણ?
કોટનના દોરામાં 40 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. આ ઉપરાંત કારીગરોએ મજૂરી વધારી દીધી છે. ભૂતકાળમાં મજૂરો રૂ. 350 રોજમાં કામ કરતા હતા હાલ મજૂરો રોજના રૂ. 500 લઈ રહ્યા છે. દોરમાં 40 ટકાનો વધારો અને કારીગરોએ મજૂરીના ભાવ વધારી દેતા ગત વર્ષ કરતા આ વર્ષે બજારમાં રાખડીમાં 25 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. - કમલ કોટેચા, રાખડીના હોલેસલર વેપારી, પોરબંદર

બજારમાં 5 રૂપિયાથી લઇ 1200 સુધીની રાખડી
પોરબંદરની બજારમાં બાળકો માટેની રાખડીમાં આ વખતે સ્પિનર એટલેકે ફરે તેવી રાખડી, આઈસ્ક્રીમ કોન વાળી, પપેટ રાખડી, લાઈટ વાળી, ફિલ્મોના નામ વાળી, મ્યુઝિક વાળી રાખડી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...