પોરબંદરની બન્ને બેઠક પરથી કોંગ્રેસે ઝંપલાવ્યું છે. પોરબંદરમાંથી અર્જુન મોઢવાડીયા અને કુતિયાણામા નાથાભાઈ ઓડેદરા ચૂંટણી લડશે. વિધાન સભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદર 83 વિધાન સભા સીટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ મોઢવાડીયા અને કુતિયાણા 84 વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા મેદાનમાં ઉતર્યા છે.
અર્જુનભાઇ મોઢવાડીયા 1982 થી 2002 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય રહ્યા હતા. ગુજરાત મેરિટાઈમ બોર્ડ પોરબંદરના આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે 1983 થી 1993 સુધી રહ્યા હતા. 1993માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
પ્રથમ ચૂંટણીમાં તેઓ હાર્યા હતા જ્યારે બીજી અને ત્રીજી ચૂંટણી તેઓએ જીતી હતી. ચોથી અને પાંચમી ચૂંટણીમાં હાર મળી હતી. તેઓ 2002 થી 2004 સુધી વિધાનસભા દંડક રહ્યા હતા. 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. માર્ચ 2011 થી ડિસેમ્બર 2012 સુધી તેઓ GPCC ના 27મા પ્રમુખ રહ્યા હતા. વ્યવસાયે તેઓએ ખેતી દર્શાવી છે.
જ્યારે કુતિયાણાના વિધાનસભા સીટ માટે કોંગ્રેસ માંથી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ ખેડૂત અને વેપારી છે. 2017થી તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને મૂળ ગોરસર ઘેડના છે તેઓ પ્રથમ વખત ચૂંટણીમાં ઉતર્યા છે અને 4 વર્ષથી કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની રજૂઆત, સમસ્યા અંગે લડત આપી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.