તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અભિલેખાગાર કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફોટોગ્રાફ્સ પ્રદર્શન યોજાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેરિટેજ બિલ્ડીંગો, સ્ટેટના રાજવીઓના સ્મારકો સહિત 125 ફોટાઓ પ્રદર્શનમાં મુકાયા

આઝાદી કા અમૃતમહોત્સવની ઉજવણી થઇ રહી છે. તેના ભાગ રૂપે જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદર દ્વારા સંગ્રહિત ફોટોગ્રાફ્સના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવસિંહજી હાઇસ્કુલ ખાતે પોરબંદરના ઐતિહાસીક ફોટોગ્રાફ્સ પ્રદર્શનમા મહાત્મા ગાંધી, સ્ટેટના રાજવીઓ તેમજ દિવાનોના સ્મારકો, હેરિટેજ બિલ્ડીંગો સહિત 125 જેટલા ફોટા પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. શહેરીનજોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. જિલ્લા અભિલેખાગાર કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જે.એચ.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે.

અભિલેખાગાર કચેરીમાં ઇસ.1886 થી 1947 સુધીનું પોરબંદરરાજનું વહીવટી, રેવન્યુ, પોલીસ રેકર્ડ સંગ્રહાલય છે. હાલમાં રાજ્ય સરકારની કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની, રેકર્ડનાશની કામગીરી સમયાંતરે થાય છે અને જરૂરી કાયમ રેકર્ડ સચવાય એ માટે રેકર્ડ ઇન્સ્પેકશન, સેમિનારો દ્વારા રેકર્ડ મેનેજમેન્ટ ટ્રેનિંગ દ્વારા માહિતગાર કરી વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર રેકર્ડની સાચવણી કરવામાં આવે છે તેવી માહિતી પ્રદર્શન નિહાળવા આવનાર વ્યક્તિઓને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...