સર્વે કામગીરી:પાલિકા દ્વારા નોનવેજની લારી ધારકોને યોગ્ય જગ્યા ફાળવાશે

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં વિવિધ સ્થળોએથી હટાવી એક સ્થળે રાખવાનું આયોજન, સ્થળ માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી

પોરબંદર પાલિકા દ્વારા નોનવેજની લારી ધારકોને યોગ્ય જગ્યા ફાળવવામા આવશે. શહેરમાં વિવિધ સ્થળોએથી હટાવી એક સ્થળે રાખવાનું આયોજન કરાયું છે ત્યારે હાલ સ્થળ માટે સર્વે કામગીરી હાથ ધરાઈ છે.સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં જાહેર માર્ગો પર નોનવેજ સહિતની લારીઓ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં રાખવામાં આવતી નોનવેજ લારીઓને હટાવવામાં આવશે. પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે પાલિકા પાસે સતા રહેલી છે.

વિવિધ વિસ્તારોમાં જ્યાં નોનવેજની લારી દ્વારા માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે તેવા લારી ધારકો છુટાછવાયા ન રહે અને એક સ્થળે નોનવેજનું વેચાણ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. સ્કૂલ, સંસ્થા કે રહેણાંક વિસ્તાર જ્યાં કોઈને નડતરરૂપ ન થાય તેવી જગ્યા ફાળવવામા આવશે. વેજ ખાણીપીણી માટે હાથી ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે નોનવેજ ખાણીપીણી માટે પણ નિયત સ્થળ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે સ્થળ પસંદગી અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા ઝડપી પૂર્ણ થશે તેવું પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...