વધુ એક રજુઆત:પક્ષી અભ્યારણ્યથી વોક વે સુધીના રસ્તો સમતલ કરવા ભરતી નાખો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ માર્ગ પર ગાબડા પડી જતા પસાર થવું મુશ્કેલ બન્યું, વધુ એક રજુઆત

પોરબંદરની મોઢા કોલેજ નજીક આવેલ વોકવે થી પક્ષીઅભ્યારણ્ય તરફ જતો રસ્તો અતિ બિસ્માર છે. માર્ગ પર મસમોટા ગાબડા પડી ગયા છે અને રસ્તો ઉબડખાબડ થયો છે. આ રસ્તા પરથી વિદ્યાર્થીઓ, સ્થાનિકો અને વોકવે મા આવતા નાગરિકો અહીંથી પસાર થતા હોય છે. રસ્તો બિસ્માર હોવાને કારણે અહીંથી વાહન ચલાવી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

રાત્રીના સમયે અંધારપટ્ટ છવાઈ જતા અકસ્માતનો ભય રહે છે. આ રસ્તો સિમેન્ટથી મઢવાનો હતો. અન્ય આસપાસના રોડ સિમેન્ટના બની ગયા છે જ્યારે આ રસ્તો હજુસુધી સિમેન્ટનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. રસ્તા પર ગાબડા હોવાથી ચોમાસામાં વરસાદી પાણી ભરાયું હતું જેથી રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. અને લોકો ખાડામાં ખાબકી શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યાં સુધી સિમેન્ટ રસ્તાનું નવીનીકરણ ન થાય ત્યાં સુધી આ રસ્તે ભરતી નાખી રસ્તો સમતલ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરે પાલિકા તંત્રને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...