તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી શકાશે

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ 25 ઓગસ્ટ સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
  • ખેડૂતોએ જરૂરી ડોક્યુમેન્ટ ખેતીવાડી અધિકારીની કચેરીમાં રજૂ કરવાના રહેશે

રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સહાય યોજના કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ ટાંકા ઘટકની ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટલ પરથી તા.25 ઓગસ્ટ સુધીમાં પોરબંદર જિલ્લાના ખેડૂતો જૂથમાં અરજી કરી શકશે. સહાય માટે અરજી કરનાર જૂથનાં તમામ ખેડૂતોએ સુક્ષ્મ પિયત પધ્ધતિ એટલે ટપક પિયત કે ફુવારા પિયત પધ્ધતિ અપનાવેલી હોય તેમને જ આ યોજનાનો લાભ મળશે.

આઇ ખેડૂત પોર્ટલ પર તા.25 ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે
ઓછામાં ઓછા એક હજાર ઘન મીટરની ક્ષમતા વાળી, આર.સી.સી.ની પાકી ઇલેકટ્રીક પેનલ બોર્ડ અને ઇલેકટ્રીક પંપ મોટર સહિતની સામગ્રીનો સમાવેશ કરવાનો રહેશે તથા ઓછામાં ઓછી 10 હેકટર જમીનમાં ટપક કે ફુવારા પિયત હેઠળ આવરી લેવાની રહેશે. પાંચ કે તેથી વધારે ખેડૂતો જૂથ બનાવી કોઇપણ એક લાભાર્થી ખેડૂતના ખેતરમાં ભૂગર્ભ ટાંકો બનાવવાનો રહેશે. આ યોજના હેઠળ ખર્ચના 50 ટકા અથવા રૂા.9.80 લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય ચૂકવવામાં આવશે. લાભ લેવા ઇચ્છતા પોરબંદર જિલ્લાના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર તા.25 ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.

નિયમ નમૂનાની અરજી અસલ સાધનિક કાગળો સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...