તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગીર-સોમનાથ કલેકટરને આવેદન

ગડું3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં ગૌહત્યા બંધ કરાવી આહીર રેજીમેન્ટ બનાવવા માંગ

ગાયમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે તથા દેશમાં થતી ગૌહત્યા બંધ કરાવવા માટે છેલ્લા કેટલા સમયથઈ લડત ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આહિર એકતા મંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા તથા ભારત ભરમાં ગૌહત્યા બંધ કરવી અને ભારતીય સૈન્યમાં જાતિના નામે રેજીમેન્ટ છે. તેવી રીતે આહીર રેજીમેન્ટ બનાવવા માંગણીઓ કરી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા ગૌ પ્રેમીઓ દ્વારા રાષ્ટ્રહિતની માંગણી વહેલી તકે પૂરી કરવા માટે કલેકટરને આહિર એકતા મંચના યુવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...