રજુઆત:ડિપ સી પાઇપલાઇન જેતપુર પોરબંદર યોજના બંધ કરવા આવેદન પાઠવાયું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવ પોરબંદર સી ના સભ્યોએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી: મુખ્યમંત્રીનો હકારાત્મક જવાબ

સેવ પોરબંદર સી ના સભ્યો એ ગાંધીનગર ખાતે જઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવી જણાવ્યું હતુંકે, છેલ્લા એક વર્ષથી આ ટીમ સતત ડીપ સી એફલુએન્ટ પાઇપ લાઇન યોજનાનો વિરોધ કરે છે.

જેતપુર પ્રિન્ટિંગ મિલોનું કેમિકલ યુક્ત ઝેરી પાણી પાઇપ લાઈન દ્વારા પોરબંદર નજીકના દરિયામાં ઠાલવાશે તો દરિયાઇ જીવ સંપતિ , માછીમારી ઉદ્યોગ, કૃષિ ઉદ્યોગ સંપૂર્ણ પણે નાશ પામે, સાથે સાથે અનેક રોગોના ભોગ સાથે ગાંધી જન્મ ભૂમિ નો વિનાશ થઈ શકે. આ અભિયાન અંતર્ગત આ ટીમ એ અનેક કાર્યક્રમો કરેલા અને સમગ્ર પોરબંદરમાં જન જાગૃતિ ફેલાવી છે.

આ પ્રોજેકટ અંગે વડાપ્રધાનને પણ રજુઆત કરી છે. સમાચાર આવેલ કે જેતપુર સાડી ઉદ્યોગ દ્વારા ભાભા એટોમિક એનર્જી બોમ્બેના ભારત ના સર્વ પ્રથમ પ્લાન્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં રોજના 40 હજાર લીટર પાણી શુદ્ધ થશે , જે 7 ટી. ડી.એસ. જેટલું હશે અને તે પાણી ઉદ્યોગો અને ખેતી માં વપરાશે.

મુખ્યમંત્રીને રજૂઆત કરી છેકે, વહેલી તકે જેતપુર ખાતે આવા બે પ્લાન્ટ આપી, ખામી દૂર કરી તુરંત શરૂ કરવા માં આવે અને આગલી યોજનાને સંપૂર્ણ બંધ ઘોષિત કરવામાં આવે. ગુજરાતમાં અન્ય પ્રદુષણ ફેલાવતી ફેક્ટરી માં પણ આવા પ્લાન્ટ શરૂ કરી દેવાય તો ગુજરાત પર્યાવરણ ક્ષેત્રે નવી ઊંચાઈ એ પહોંચશે.

આ તકે કમિટીના ડો. નૂતન બેન ગોકાણી, રાજેશ લાખાણી, નિધિ શાહ, પંકજ ચંદારાણા, આશિષ બાપોદરા સહિતના સભ્યોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રીએ સકારાત્મક જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...