શિક્ષણ:ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેના આવેદનપત્ર ભરવાનું શરૂ થશે

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના છાત્રોએ સમય મર્યાદામાં ઓનલાઇન ફોર્મ ભરવાનાં રહેશે

પોરબંદર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેના આવેદનપત્ર ભરાવવાનું શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 2022ની બોર્ડની જાહેર પરીક્ષા માટેના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ નક્કી કરવામાં આવી છે જેમાં ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમાની બોર્ડની જાહેર પરીક્ષા માટે આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તા. 22/11થી તા. 21/12 ના રાત્રીના 12 સુધીમાં બોર્ડની વેબસાઈટ gseb.org પરથી ભરી શકાશે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા માટે તા. 22/11 ના બપોરે 2 વાગ્યાથી તા. 21/12 ના રાત્રે 12 સુધી ઓનલાઇન આવેદન પત્રો ભરી શકાશે આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે તા. 25/11 બપોરે 2 થી તા. 24/12ના રાત્રીના 12 સુધી ઓનલાઇન આવેદન પત્ર ભરી શકાશે. gseb.org પર રેગ્યુલર ફી સાથે આવેદન પત્ર ભરવાના રહેશે. જેમાં બોર્ડના ધો. 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી, પૃથ્થક વિધાર્થીઓએ આ તારીખ દરમ્યાન આવેદન પત્ર ભરી લેવા તેવી પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા એ છાત્રો તેમજ વાલીઓને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...