હાલાકી:પાસપોર્ટ કઢાવવામાં અરજદારોને મુશ્કેલી, 3 માસનો સમય થયો છતાં પાસપોર્ટ નથી મળ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ કઢાવવાની કામગીરી થઇ રહી છે, છેલ્લા ઘણા સમયથી અહીં પાસપોર્ટ કઢવવાની કામગીરી થઈ રહી હોય અને અરજદારો પાસપોર્ટ કઢાવવા માટે આવે છે, ત્યારે તેમને એક મહિનાને બદલે અઢી ત્રણ માસ સુધી પાસપોર્ટ મળતો ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ કઢવવાની કામગીરી થઇ રહી છે. ત્યાં અરજદારો પાસપોર્ટ કઢાવવા માટે આવે છે પરંતુ અહીં લાંબા સમય સુધી અરજદારના કામ થતા નથી. અઢીથી ત્રણ મહિના સુધી નવો પાસપોર્ટ કઢાવવાની તથા રીન્યુ કરવાની કામગીરી થતી ન હોવાથી અરજદાર ઓપરેશન બને છે. ગોકળગાયની ગતિએ કામગીરી થતી હોવાના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ કઢાવવાની કામગીરીમાં લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...