તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લાના કુતયાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC) ના સેક્રેટરી નલીનભાઇએ નવા કૃષિ-કાયદાઓથી ઊભી થયેલી માઠી અસરો વિષે માહિતી આપી જણાવ્યુ હતુ કે, નવા કૃષિ-કાયદાઓથી APMC ની આવક પર માઠી અસર પડી છે, વેપારીઓ પણ સેસ બચાવવા માટે APMC ની બહાર જઇને ખરીદી કરી રહ્યા છે. ઉપરાંત નવા કૃષિ-કાયદાઓના લીધે ખેડુતો પણ પોતાની જણસોના વેચાણ માટે APMC ખાતે આવતા નથી, જેથી APMC ની આવકમાં પણ ખૂબ મોટો ઘટાડો થયો છે.
જેના કારણે APMC નો વહીવટ ચલાવવો મુશ્કેલ બની ગયો છે અને APMC ખાતેના કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે તેમજ APMC ની આવી કટોકટી ભરી સ્થિતીમાં કર્મચારી, મજુર તથા નાના-મોટા વેપારીઓના વર્ગને ખૂબ મોટો આર્થિક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. કુતિયાણા APMC ના સેક્રેટરીએ પોતાની વ્યથા ઠાલવી વધુમાં જણાવ્યુ હતુ કે, નવા કૃષિ-કાયદાઓનો સીધો લાભ લઇને મલ્ટીનેશનલ કંપનીઓ મોટા જથ્થામાં અનાજ-કઠોળની જણસો ખરીદી, મોટા-મોટા ગોડાઉનમાં સંગ્રહ કરશે.
દેશની બજારમાં મોનોપોલી ઉભી કરી, APMC જેવી સંસ્થાઓ તથા નાના વેપારીઓનો એકડો કાઢી નાખશે તેમજ આવી મલ્ટીનેશનલ કંપનીઓ બજારમાં પોતાની મોનોપોલી ઊભી કરી, દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ખૂબ ઊંચા ભાવે અનાજ-કઠોળની જણસોનું વેચાણ કરી ગરીબ અને મધ્યમ વર્ગનુ આર્થિક સોષણ કરશે તેમજ દેશમાંથી ગરીબીના બદલે ગરીબોને જ નેસ્ત નાબુદ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરી હતી, આ ઉપરાંત જણાવ્યું હતુ કે, દેશની સરકાર ગરીબી હટાવવા આમ કુતિયાણા APMC ના સેક્રેટરીએ નવા કૃષિ-કાયદાઓની માઠી અસરો વિષે વાસ્તવિક્તા રજૂ કરી, સરકાર સમક્ષ આ બાબતે વહેલાસર યોગ્ય કરવાની માંગ કરી હતી.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.