રજીસ્ટ્રેશન:અનુબંધમ પોર્ટલ નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે સેતુ સમાન

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 જાન્યુઆરી થી જુલાઇ મહિના દરમ્યાન કુલ 791 રોજગારવાંચ્છુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કર્યું

પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે માર્ગદર્શન સેમિનાર, ભરતીમેળા કરવાની સાથે કારકિર્દી વિશે સ્કૂલ,કોલેજોમાં કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત રોજગારવાંચ્છુઓ તથા નોકરીદાતાઓ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરે છે. 1 જાન્યુઆરી થી જુલાઇ મહિના દરમ્યાન કુલ 791 રોજગારવાંચ્છુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કર્યું છે. આ ઉપરાંત 63 નવા નોકરીદાતાઓએ પણ અનુબંધન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરી આપી છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓ વચ્ચેની કડી અનુબંધમ પોર્ટલના હકારાત્મક પરિણામો આવી રહ્યા છે.

રોજગાર કચેરી દ્રારા છ મહિનામાં 18 ભરતીમેળા યોજીને ઉમેદવારોને નોકરી તથા નોકરીદાતાઓને કાર્યક્ષમ ઉમેદવારો મળ્યા છે. આ ઉપરાંત વિદેશમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે 4 સેમિનાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઉમેદવારો માટે 6 કારકિર્દી વેબિનાર યોજવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રે કારકિર્દી બનાવવી, રોજગારી માટેના જુદા-જુદા દ્વારો ખુલ્લા હોય છે ત્યારે ઉમેદવારોને યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે તે માટે કારકિર્દી માર્ગદર્શન વેબિનાર યોજવામાં આવ્યા છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય વિશે વધુ જાગૃત થાય તે હેતુથી જિલ્લાની 20 શાળાઓમાં કેરિયર કોર્નર અંતર્ગત વિદ્યાર્થીઓને સ્થાનિક શિક્ષક દ્વારા કેરિયર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...