કાર્યવાહી:માધવપુરમાં પ્રાંતઅધિકારીનું ખનીજ ચોરો સામે વધુ એક મેગા ઓપરેશન

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 ગેરકાયદે ખાણ માંથી રૂ. 50 લાખથી વધુના 16 ચકરડી સહિતના સાધનો કબ્જે

પોરબંદર જિલ્લામાં માધવપુરથી મિયાણી સુધીના દરિયાઈ પટ્ટી પર ખાણ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી અને પથ્થરોનું ખનન થાય છે. ત્યારે ગેરકાયદેસર ખનન અટકાવવા જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ ગુરુવારે પ્રાંત અધિકારી કે.વી. બાટી, ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવ સહિતની ટીમે માધવપુર ગામે દરોડો પાડ્યો હતો. જેમાં પુધર સીમ વિસ્તાર અને ચામુંડા સીમ વિસ્તાર માંથી 3 સરકારી જમીન પર અને 1 ખાનગી જમીન પર ગેરકાયદેસર રીતે પથ્થરોની 4 ખાણ ચાલુ હતી.

અધિકારીઓએ સવારે 10 થી શાંજે 7 સુધી કાર્યવાહી કરી ગેરકાયદેસર ચાલતી ખાણ માંથી કુલ 16 ચકરડી, 1 ટ્રક અને 1 ટ્રેઇલર કબ્જે કરી આગળની કામગીરી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, તા. 15/11 ના રોજ રાતડી ગામે પણ આ અધિકારીઓએ દરોડા પાડી રૂ. 1.50 કરોડના સાધનો કબ્જે કર્યા હતા. માધવપુર ગામે દરોડા પાડી 16 જેટલી ચકરડી સહિત રૂ. 50 લાખથી વધુના સાધનો કબ્જે કરતા ખાણ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાંત અધિકારી બાટીએ જણાવ્યું હતું કે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન મુજબ આગામી સમયમાં પણ આવા દરોડા યથાવત રહેશે. રેતી ચોરો અને ગેરકાયદેસર ખનન કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...