અરવિંદ કેજરીવાલ પોરબંદરમાં:સોમનાથ ખાતે બીજી ગેરન્ટી રોજગારીની, જનતા નક્કી કરે રોજગારી જોઇએ કે ઝેરીલો દારૂઃ AAP

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી આજે પોરબંદર આવી પહોંચ્યા હતા. પોરબંદર એરપોર્ટ ખાતે બપોરે ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે આવી પહોંચ્યા બાદ એરપોર્ટથી બાય કાર તેઓ સોમનાથ જવા માટે રવાના થયા હતા.

સોમનાથમાં બીજી ગેરન્ટી આપવાની જાહેરાત
એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે સોમનાથ ખાતે યોજાનાર જાહેરસભા કાર્યકમમાં તેઓ જનતાને બીજી ગેરેન્ટી આપશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ શું કાર્ય કરશે તે અંગે વાત કરતા જણાવ્યું હતું કે પ્રથમ જે રીતે ફ્રી વિજળીની ગેરેન્ટી આપવામાં આવી હતી. ત્યાર બાદ આજે સોમનાથમાં બીજી ગેરન્ટી આપવાની જાહેરાત કરશે.

27 વર્ષના શાસનથી પ્રજા ત્રસ્ત છેઃ કેજરીવાલ
મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, અમારી બીજી ગેરન્ટી રોજગારી હશે જેની જાહેરાત સોમનાથ ખાતે કરવામાં આવશે. આ સાથે જ કેજરીવાલે જનતા સમક્ષ બે મોડલની વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ લોકોને મત આપશો તો ઝેરીલો દારુ મળશે, જ્યારે અમોને મત આપશો તો રોજગારી મળશે. ત્યારે લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ ક્યુ મોડલ ઇચ્છે છે. 27 વર્ષના શાસનથી પ્રજા ત્રસ્ત છે. શાળાઓની હાલત ખરાબ છે તો બીજી તરફ પેપર ફુટવાના કારણે નોકરી ન મળતા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...