તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:પોરબંદર શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન પિઝા ના ઓર્ડર આપતાં એક મહિલા એડવોકેટ સાથે રૂ. 19 હજારનો સાયબર ફ્રોડ થયો

ઓનલાઇન પિઝા ના ઓર્ડર આપતા એક મહિલા એડવોકેટ સાથે રૂ. 19 હજારનો સાયબર ફ્રોડ થતા સાયબર ક્રાઇમ પોલીસે રૂ. 17 હજાર પરત અપાવ્યા હતા.

આ બનાવની વિગત મુજબ પોરબંદરના મહીલા એડવોકેટ રેખાબેન આગઠએ પોરબંદરના એક જણીતા પિઝા સ્ટોર માથી પિઝા મંગાવવા માટે મોબાઇલ પર સર્ચ કરતા એક નંબર મળ્યા હતા. અને તે મોબાઇલ નંબર પર કોલ કરી પિઝા નો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ આરોપીએ એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવા કહ્યુ હતુ કે જેથી તેમા મેનુ ડીલેવરી બોયના નામ નંબર અને બીજી બધી ડિટેઇલ મળી રહેશે તેવું જણાવી રેખાબેનના ફોન પર એક લીંક મોકલીતે ક્લીક કરી ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સના નામે ઓ.ટી.પી. મેળવી ચાર ટ્રાન્જેક્શન કરી કુલ રૂ. 19,615 રેખાબેનના ખાતા માથી કપાઇ ગયા હતા. પોતાની સાથે કોઇ સાયબર ફ્રોડ થયો છે તેવું જણાતા રેખાબેનએ તાત્કાલીક પોરબંદર સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોરબંદર સાયબર ક્રાઇમ પીઆઇ એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીએસઆઇ સુભાષ ઓડેદરા અને ટીમ દ્રારા તાત્કાલીક જરુરી કાર્યવાહી કરતા રેખાબેન ના ખાતા માં રૂ. 17,116 પરત મેળવી આપ્યા હતા. આ બનાવ અનુસંધાને આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

પોલીસ દ્વારા જનતાને અપીલ કરાઈ
પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, કોઇ પણ માહીતી જયારે ઇન્ટરનેટ પર સર્ચ એન્જીન ના માધ્યમ થી સર્ચ કરતી વખતે ટોલ ફ્રી નંબર કે કસ્ટમર કેર નંબર ની ખાતરી કરો. બેંક ના ટોલ ફ્રી, કસ્ટમર કેર નંબર, ક્રેડિટ/ડેબીટ કાર્ડ, બેંક પાસબુક વગેરે ની પાછળ લખેલા હોય છે. હંમેશા આવા નંબર પર જ કોલ કરવો. સર્ચ એન્જીન મા આવતી દરેક માહીતી સાચી હોતી નથી. કસ્ટમર કેરનો નંબર હમેશા ઓફીશીયલ વેબસાઇટ પર થી જ લેવો. તેમજ અજાણી વ્યક્તી કોઇ બહાને કોઇ લીંક મોક્લે અથવા કોઇ એપ ડાઉનલોડ કરવાનું કહે તો આવુ કરવુ નહી અને કોઇ પણ ખાનગી માહિતી કે ઓ.ટી.પી. કોઇ ને આપવા નહીં.

અન્ય સમાચારો પણ છે...