દારૂ:પોરબંદર શહેરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

પોરબંદરમાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ પોલીસે એ.સી.સી. ગ્રાઉન્ડના કવાર્ટર નં. TRT-19 માંથી દેશીદારૂની ભઠ્ઠી પકડી પાડી હતી અને આ ભઠ્ઠીમાંથી પોલીસે 15 લીટર દેશી દારૂ તથા દેશીદારૂ બનાવવાનો 120 લીટર આથો ઝડપી લીધો હતો. પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂના દુષણ ડામવા જીલ્લા પોલીસે કમર કસી છે તેમ છતાં પોરબંદર જિલ્લામાંથી દારૂના કિસ્સા ખતમ થવાનું નામ લેતા નથી.

પોલીસે હજુતો ગઇકાલે સુભાષનગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી હતી ત્યાં આજે ફરી પોરબંદર શહેરના એ.સી.સી. કોલોનીમાં પાણીના ટાંકા પાસેના કવાર્ટર નં. TRT-19 માં કમલેશ મનસુખલાલ થાનકી નામના શખ્સના ઘરે ગઇકાલે સાંજના સમયે દરોડો પાડયો હતો અને આ મકાનમાંથી પોલીસે 15 લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાના સામાન સાથે 120 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો.

પોલીસે આ શખ્સની મદદ કરનાર અને તે જ વીસ્તારમાં કવાર્ટર નં. SRT-44 માં રહેતા વિપુલ ગોવિંદભાઇ પાઠક નામના શખ્સને પણ આ સ્થળેથી ઝડપી લીધો હતો. પોલીસે આ ભઠ્ઠીના ચાલક બંને શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશન હે.કો. એન. વી. ચુડાસમાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...