તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદરમાં મ્યુકર માઇકોસીસનો વધુ એક કેસ નોંધાયો, 8 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવીલમાં 67 દર્દીઓ દાખલ, 48 દર્દી ઓક્સિજન પર, 603 ટેસ્ટમાંથી 4 દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 8 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકર માઇકોસીસનો વધુ એક દર્દી નોંધાયો છે. જે દર્દીની કોરોનાની સારવાર લાંબો સમયથી ચાલુ હોય તેવા દર્દીઓને મ્યુકર માઇકોસીસ થઈ શકે છે. સિવિલ હોસ્પિટલના આંખના નિષ્ણાંત ડો. વિભૂતિબેન પાણખાણીયાએ જણાવ્યું હતું કે એક 60 વર્ષીય વૃદ્ધા કોરોનાની સારવાર લઈ રહ્યા હતા અને પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હતા બાદ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

અહીં આવ્યા ત્યારે જ આ વૃદ્ધાને મ્યુકર માઇકોસીસના લક્ષણો હતા. તેમની આંખમાં તકલીફ થઈ હતી અને ડાયાબીટીસ 600 જેટલું રહ્યું હતું. આ દર્દીને હાયર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 9 જેટલા મ્યુકરના દર્દી નોંધાયા છે. સિવિલ સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુકરના 4 દર્દીના હાયર સેન્ટર ખાતે મૃત્યુ થયા છે. કોરોનાના કેસોમાં ઘટાડો થતા સિવિલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 67 દર્દી દાખલ છે જેમાં આઇસોલેશનમાં 13 દર્દી દાખલ છે જેમાંથી 4 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 20 દર્દી દાખલ છે જેમાંથી 9 દર્દી પોઝિટિવ છે.

ઉપરાંત સેમી આઇસોમાં 34 દર્દી દાખલ છે. 67 દર્દી પૈકી 48 દર્દી ઓક્સિજન પર છે. સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 603 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 4 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં વાડિપ્લોટ માંથી 37 વર્ષીય યુવાન, 70 વર્ષીય વૃદ્ધ, 65 વર્ષીય વૃદ્ધા અને પીપળીયા માંથી 37 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...