તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ પ્રશ્નોની ચર્ચા:માચ્છીમાર બોટ એસો.ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ફિશિંગ બોટના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી

પોરબંદર સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષા સ્થાને પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ફિશિંગ બોટ માલિકોને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

જેમાં સરકારના પરિપત્ર મુજબ તા. 1 સપ્ટેમ્બર થી માચ્છીમારી કરવા બોટો દરિયામાં મોકલવાની રહેશે અને માચ્છીમારી કરીને પરત આવતી બોટોને માછલીનો સારો ભાવ મળી રહે તેમજ ડિઝલના ભાવમાં રાહત મળે તેવી રજુઆતો કરવી, બંદરની અંદર સફાઈનો અભાવ, લાઈટોનો અભાવ જેવી સમસ્યા અંગે સરકારને રજુઆત કરવી, આ ઉપરાંત બંદર પર બોટ પાર્કિંગની સમસ્યા અંગેના નિવારણ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ સમસ્યાઓના ઉકેલ માટે રજુઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, આ તકે સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ વિનોભાઈ બાદરશાહી, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તેમજ પંચ-પટેલો, ટ્રસ્ટીઓ, માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિતના મહાનુભાવો ઉપથિત રહ્રાા હતા અને બંદરને લગતા નાના મોટા પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...