બંધનું એલાન:શનિવારે પોરબંદર સજ્જડ બંધનું એલાન

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં લોકોને જોડાવા કોંગ્રેસની અપીલ

પોરબંદર સહિત રાજ્યભરમાં મોંઘવારી અને બેરોજગારી તેમજ ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શનિવારના દિવસે પોરબંદર, ગુજરાત બંધનું એલાન કરાયું છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે જણાવ્યું છે. જીવન જરૂરી વસ્તુઓમાં ૭૦% થી વધુનો વધારો કરાયો છે. મોંઘવારી ઘટાડવા અને રોજગારી આપવાના વચનો આપી કેન્દ્ર તથા રાજ્ય સરકારે વિશ્વાસઘાત કર્યો છે. અને પોરબંદર વાસીઓને અડધા દિવસના બંધના એલાનમાં જોડાવા જણાવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઈ ઓડેદરા અને અતુલભાઇ કારીયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડીશું, દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપીશું, દરેકના ખાતામાં ૧૫ લાખ જમા કરાવીશું સહિતના ઠાલા વચનો આપીને સત્તામાં આવેલ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે આઠ વર્ષમાં તથા રાજ્ય સરકારે ૨૭ વર્ષમાં માત્ર મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારનું કમળ ખીલવાનું કામ કર્યું છે.

પોરબંદર સહિત ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૦ સપ્ટેમ્બરને શનિવારના દિવસે સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી શહેર સાંકેતિક રીતે બંધ રાખવામાં આવશે. અને પ્રજાને સ્પર્શતા આ મુદ્દામાં જોડાવા તમામ નાગરિકો, વેપારીઓ તથા નાના-મોટા ધંધાર્થીઓ અને રેકડી કેબિન ધારકો તેમજ રિક્ષા ચાલકો સહિત શાળા કોલેજને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ અંગે રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પેટ્રોલ હોય કે ડીઝલ, સીએનજી હોય કે પીએનજી, રાસાયણિક ખાતર હોય કે બિયારણ દવા, ખાદ્ય સામગ્રી હોય કે જીવન જરૂરી વસ્તુઓ એક પણ એવી વસ્તુ નથી બચી કે જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ન કર્યો હોય.

છેલ્લે બાકી રહેતું હતું દહીં દૂધ પનીર છાશ લોટ સહિતની ખાદ્ય વસ્તુઓ ઉપર જી એસ ટી ઠોકી બેસાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. અને મોંઘવારી બેરોજગારી તથા ભ્રષ્ટાચારના વિરોધમાં પોરબંદર સહિત રાજ્ય બંધના એલાનમાં સૌને જોડાવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...