તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સભા-સરઘસ બંધીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં તા. 8થી 21 સુધી જાહેરનામું
  • હુકમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી થશે

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષકની દરખાસ્ત મુજબ સભા-સરઘસ બંધી નું જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.કે.જોષી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમા તા. 8/7 થી તા. 21/7 સુધી સમગ્ર પોરબંદર જિલ્લામાં કોઇ પણ સભા મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવી છે. આ હુકમ ફરજ પરની ગુહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યક્તિને, લગ્નનો વરઘોડો અને પરવાનગીવાળા સરઘસને લાગું પડશે નહી. આ હુકમ નું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...