તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:પોરબંદર શહેરનું નામ સુદામાપૂરી જાહેર કરો, ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવી રજૂઆત કરાઇ

પોરબંદર16 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર શહેરનું નામ સુદામાપૂરી જાહેર કરવા એક સંસ્થાના પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજી સાથે પોરબંદરનો ઇતિહાસ રહેલો છે. ભારતભરમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર ખાતે આવેલ છે અને દેશ વિદેશથી લોકો સુદામાજીના મંદિરની મુલાકાત લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. પોરબંદર શહેરમાં પ્રવેશતા જ ' સુદામાપૂરીમાં આપનું હાર્દિક સ્વાગત છે' તેવું હોર્ડિંગ્સ દેશ વિદેશના પ્રવસીઓ અને શહેરીજનો માટે પણ ગૌરવરૂપ બની રહે તેમ છે.

તાજેતરમાં વેરાવળ પાટણ સયુંકત પાલિકા દ્વારા ઠરાવ કરી વેરાવળને સોમનાથ નામ આપવામાં આવશે. ત્યારે પોરબંદર શહેરને પણ સુદામાપૂરી નામ જાહેર કરવાનો ઠરાવ કરવામાં આવે તેવી રજુઆત પોરબંદરના સાગર મંથન ખારવા ભગત સેવા ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસે ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો