વનવિભાગની બેદરકારી:પોરબંદરના પક્ષી અભયારણ્યમાં શ્વાન સહિતના પશુ ઘૂસી રહ્યા છે

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્વાનોના ત્રાસને કારણે અનેક પક્ષીઓ ભોગ બની રહ્યા છે

પોરબંદર શહેરની મધ્યમાં આવેલ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓ માટે પથ્થરો મૂકીને માઉન્ટ બનાવેલ છે. અસંખ્ય પક્ષીઓ અહીં આવે છે, ઘાયલ થયેલ પક્ષીઓને પણ અહીં રાખવામાં આવે છે તેમજ ઘાયલ થયેલ કુંજ પક્ષીઓએ પક્ષી અભયારણ્ય ખાતે કાયમી વસવાટ કર્યો છે અને આવા પક્ષી પણ અહીં મુક્ત મને વિહરતા નજરે ચડે છે ત્યારે આ પક્ષી અભયારણ્ય ખાતે શ્વાનો ઘુસી રહયા છે. વોકિંગ વે ની પાસે આવેલ અભયારણ્યનો દરવાજાની જારી તૂટેલી છે જેથી શ્વાનો અહીંથી ઘુસી રહયા છે અને શાંત પક્ષીઓ પાછળ દોડી પક્ષીઓનો શિકાર કરે છે અથવા પક્ષીઓને ઘાયલ કરી રહયા છે.

મહત્વની વાત એ છેકે આ અભયારણ્ય ખાતે ગાય પશુ પણ ઘુસી ગઈ હતી જેથી શાંત પક્ષીઓને ખલેલ પહોંચી રહી છે અને પક્ષીઓ ઉડી જાય છે. ગાય પશુ અંદર ઘુસી જાય છે છતાં વનવિભાગ તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવું જણાઈ આવે છે. આથી વનવિભાગ તંત્ર દ્વારા શ્વાન સહિતના પશુઓને પક્ષી અભ્યારણ્યમાં પ્રવેશતા અટકાવવા માટે યોગ્ય તકેદારી દાખવવી જોઈએ તેવી પક્ષીપ્રેમીઓ દ્વારા માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...