સમસ્યા:પોરબંદરને જોડતા નેશનલ હાઇવે પર પશુઓનો ત્રાસ, કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય મંત્રીને ફરિયાદ કરવામાં આવી

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે કે પોરબંદર શહેરને જોડતા નેશનલ હાઇવે પર પશુઓના અસહ્ય ત્રાસને લીધે સર્જાતા અકસ્માતોમાં અનેક જીંદગીઓ હોમાઇ ચૂકી હોવાથી સત્વરે યોગ્ય કરવા માંગ કરી છે. હાઇવે ઓથોરીટી સક્રિય બની યોગ્ય પગલા લે તે જરૂરી છે. પોરબંદર શહેરને ચારેય બાજુથી નેશનલ હાઇવે મળ્યો છે.

જેમાં દ્વારકા-સોમનાથને જોડતો નેશનલ હાઇવે હોય કે પોરબંદર-રાજકોટને જોડતો નેશનલ હાઇવે હોય દરેક હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા તગડો ટેક્ષ વસુલવામાં આવે છે પરંતુ આ હાઇવે પર રઝળતા પશુઓને કારણે અનેક માનવ તથા પશુ જીંદગીઓ હોમાઇ ગઇ હોવા છતાં હાઇવે ઓથોરીટી નિષ્ક્રિય બની રહી છે. આ હાઇવે પરથી પસાર થતી વખતે ગાય, નંદી, નીલગાય, શિયાળ, શ્વાન, ડૂક્કર અચાનક આવી જતા હોય છે જેને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને અનેક જીંદગીઓ પણ હોમાઇ ગઇ છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી આ મુદ્દે સત્વરે કોઇ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...