રોષ:પોરબંદર એસટી તંત્રએ ભાટિયા-ઓખા રૂટની બસ બંધ કરતા રોષ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇપણ કારણ આપ્યા વિના જ આ રૂટો બંધ કરી દેવાયા

પોરબંદર એસ.ટી. તંત્રએ ભાટિયા અને ઓખા રૂટની બસો બંધ કરતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પોરબંદર-ઓખાની રૂટની બસ ચાલુ હતી. સવારે 5.30 કલાકે ઉપડતી પોરબંદર-ભાટિયા બસ પણ છેલ્લા એક સપ્તાહથી બંધ કરી દેવામાં આવી છે તેમજ બપોરે 2.45 વાગ્યે ઉપડતી ઓખા બસ પણ બંધ કરી દેવામાં આવી છે. પોરબંદરથી ભાટિયા સુધીના ગામોમાં આ રૂટ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. બરડા પંથકના બગવદર, ખાંભોદર, મજીવાણા, અડવાણા અને રાવલ સહિતના ગામોને જોડતી આ બસ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જયારે પોરબંદરથી ભાટિયા અને ઓખાનો પૂરતો ટ્રાફિક હોવા છતાં પોરબંદરએ આ રૂટો બંધ કરી દીધા છે. એસ.ટી. તંત્ર દ્વારા કોઇપણ કારણ આપ્યા વિના જ આ રૂટો બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવાર, બપોર અને સાંજના ત્રણ રૂટો બંધ કરી દેવાતા લોકોને નાછૂટકે હવે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. જામ રાવલ અને જામ કલ્યાણપુરના આગેવાનોએ એસ.ટી. વિભાગને રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડયે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...