તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શીતળા માતાજી મંદિર પાછળ ગટરની સફાઈ ન થતાં રોષ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદુ પાણી મંદિરમાં આવતું હોઇ સંચાલકો ત્રસ્ત બન્યા

પોરબંદરના શીતલા ચોકમાં આવેલ શીતલા માતાજીના મંદિર પાછળ ગટર જામ થઈ ગઈ છે. ગટરમાં કચરો ભરાયો છે. જેથી મંદિરમાં ગંદુ પાણી આવે છે. મંદિરના સંચાલકે જણાવ્યું હતું કે શીતલા માતાજીનું મંદિર 110 વર્ષ કરતા પણ જૂનું છે. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલ છે. ખાસતો આ મંદિરે માતાજીનો વાસો ઠંડો કરવાં ભાવિકો આવતા હોય છે જેમાં દૂધ, દહીં, સહિતના પ્રવાહી ચડાવે છે.

મંદિર પાછળ આવેલ ગટર માંથી નિકાલ થઈ શકતો નથી. જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાય છે. પાછળની ગટર કચરાથી જામ થયેલ છે જેથી ગંદુ પાણી મંદિરમાં આવે છે. આથી આ મંદિરની પાછલી ગટર નિયમિત સફાઈ કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...