આંગણવાડીઓ શરૂ:2 વર્ષથી બંધ આંગણવાડીઓ બાળકોના ખીલખીલાટ સાથે શરૂ

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 489 આંગણવાડીમાં પ્રથમ દિવસે બાળકોની પાંખી હાજરી
  • 12419 બાળકોમાંથી માત્ર 3318 બાળકો હાજર રહ્યા

કોરોનાને પગલે બાળકો કોરોના સંકમણનો ભોગ ન બને તે માટે આંગણવાડીઓ બાળકો માટે બંધ રાખવામાં આવી હતી. તા. 17 ફેબ્રુઆરીને ગુરુવારે પ્રિ-સ્કૂલ, આંગણવાડી બાળકો માટે શરૂ કરવા શિક્ષણ મંત્રીએ નિર્ણય લીધો હતો ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આંગણવાડીઓ શરૂ કરવા સફાઈ સહિતની તૈયારી શરૂ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં 489 આંગણવાડી આવેલી છે અને 3 થી 6 વર્ષના કુલ 12419 બાળકો નોંધાયેલ છે જેમાંથી 3318 એટલેકે 25 ટકા બાળકો જ પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હતા.

જોકે વાલીઓની સહમતી સાથે બાળકોને આંગણવાડી ખાતે આવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે 2 વર્ષના લાંબા સમય બાદ પ્રથમ દિવસે જિલ્લાની 489 આંગણવાડી ખાતે 25 ટકા બાળકો હાજર રહી ઉત્સાહ બતાવ્યો છે. ધીરેધીરે આંગણવાડીઓમા બાળકોનો કિલ્લોલ ગુંજી ઉઠશે. જિલ્લા પંચાયત ખાતેના આઇસીડીએસ કચેરીના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર વિજય જોશીએ જણાવ્યું હતુંકે બાળકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. બાળકોને માસ્ક પહેરવા તથા સામાજિક અંતર જાળવીને બેસાડવામાં આવે છે.

બોરડી ગામે બાળકોને ગુલાબનું ફુલ આપી આવકાર્યા
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે બે વર્ષ પછી સરકાર ની ગાઈડ લાઈન મુજબ આંગણવાડી ખુલતા જિલ્લા પંચાયત પોરબંદરના આઈ.સી.ડી.એસ. કમિટી ના ચેરમેન લક્ષ્મીબેન મોરી તેમજ રાણાબોરડી ગામના સરપંચ સાંગાભાઈ મોરી દ્ધારા બાળકો ને ગુલાબનું ફુલ આપી આંગણવાડી કેન્દ્ર ઉપર આવકારવામાં આવ્યા હતા. બાળકો પણ આંગણવાડી ખુલ્તા ખૂબ જ આનંદીત જોવા મળ્યા હતા. બે વર્ષ બાદ આંગણવાડી ઉપર બાળકોની હાજરી અને કિલકિલાટ જોઈને સૌ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...