તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને યુનિફોર્મ અપાશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ICDS દ્વારા આજે 6 બાળકોને ટોકન રૂપે યુનિફોર્મ અપાશે

સરકાર દ્વારા પ્રથમ વખત આંગણવાડીના બાળકોને યુનિફોર્મ આપવામાં આવશે. સરકાર દ્વારા પ્રથમ વખત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને યુનિફોર્મ આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લા પંચાયતની ICDS કચેરી દ્વારા આજે 6 બાળકોને ટોકન રૂપે યુનિફોર્મ આપવાનો કાર્યક્રમ ગાઈડલાઈનના પાલન સાથે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાશે.

પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન જોશીએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી 11880 યુનિફોર્મ આવ્યા છે જે જિલ્લામાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવશે. જેમાં કુમાર અને કન્યાના યુનિફોર્મ ઉપરાંત સેનિટાઈઝર, રૂમાલ સહિતની ચીજો આપવામાં આવશે જેથી બાળકો સ્વરછતા જાળવે. વધુમાં જણાવ્યું હતું કે બાળકોને કલર આપવામાં આવ્યા હતા અને બાળકોએ કલરથી કૃતિઓ બનાવી છે જે કૃતિઓ આજે યોજાનાર કાર્યક્રમમાં મહાનુભાવોને બાળકો દ્વારા અર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...