• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Aneroon Mahatmya Of Gangnath Mahadev At Garage Village, An Age old Mythological Temple In The Outskirts Of Ghed Panthak Of Porbandar Was Renovated 14 Years Ago.

પૌરાણિક મંદિર:ગેરેજ ગામે ગંગનાથ મહાદેવનું અનેરૂં મહાત્મ્ય, પોરબંદરના ઘેડ પંથકના છેવાડાના વિસ્તારમાં વર્ષો જૂના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર 14 વર્ષ પહેલાં કરાયો

પોરબંદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના ઘેડ પંથકના છેવાળાના વિસ્તારમાં ગેરેજ ખાતે આવેલ ગંગનાથ મહાદેવનું અનેરુ મહાત્મ્ય છે. વર્ષો જુના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર 14 વર્ષ પહેલા કરાયો હતો. રાજસ્થાનથી કોતરણી કરેલ તૈયાર પથ્થર મગાવી સિમેન્ટ, કોંક્રેટ રેતીના ઉપયોગ વગર મંદિર બનાવાયું છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના મંદિરે ભાવિકોનો ઘોડાપૂર ઉમટી પડે છે. અને હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું અનેરુ મહત્વ છે, પોરબંદર નજીક આવેલ ઘેડ પંથકમાં ગરજ ગામ ખાતે ગંગનાથ મહાદેવ બિરાજમાન છે.

વર્ષો પહેલા ગંગનાથ મહાદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, અને ગંગનાથ મહાદેવનું અનેરુ મહાત્મય છે. અનેક વર્ષોથી અહીં ગંગનાથ મહાદેવ બિરાજમાન છે ત્યારે આસપાસના ગ્રામ્ય પંથકના લોકો પણ અહીં મહાદેવના દર્શનાર્થે આવે છે. માત્ર ગરેજ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના વિસ્તારના ગ્રામ્ય પંથકના લોકો માટે ગંગનાથ મહાદેવ આસ્થાનું પ્રતીક છે. 14 વર્ષ પહેલા મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

આ મંદિરના નવ નિર્માણ માટે રાજસ્થાનથી કોતરણી કામ કરેલ તૈયાર પથ્થર મંગાવવામાં આવ્યા હતા, અને રાજસ્થાનથી મંગાવેલ તૈયાર પથ્થરથી આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન સિમેન્ટ કોંક્રેટ કે રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, માત્ર કોતરણી કરેલ આ પથ્થરથી મંદિરનું બાંધકામ થયું હોવાનું શિવભક્ત અને પંચ ગ્રૂપના સેવાભાવી અગ્રણી સવદાસભાઈ બાલસ દ્વારા જણાવવામાં આવ્યું છે, તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું છે કે પહેલાના સમયમાં આ મંદિર ગામથી બહાર હતું,

પરંતુ હાલ ગામની મધ્યમાં છે અને અતિ પૌરાણિક મંદિર હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. હાલ શ્રાવણ માસ દરમિયાન અહીં અનેક ભક્તજનો દર્શનાર્થે ઉંમટી પડે છે. તેમજ ઉનાળાની ઋતુ દરમિયાન પર્યટકો ગંગનાથ મહાદેવના મંદિરે આવે છે. આમ ગંગનાથ મહાદેવના મંદિરનું અનેરુ મહાત્મય છે.

મહાદેવના મંદિરે પાર્વતીજી અને ગંગાજી પણ બિરાજમાન છે
ગરેજ ગામ ખાતે આવેલ ગંગનાથ મહાદેવના મંદિરમાં પાર્વતીજી, ગંગાજી, ગણપતિજી, કાર્તિકેય, હનુમાનજી, નંદી, કાચબો સહિતના દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે, અને દંગનાથ મહાદેવ પ્રત્યે શિવ ભક્તો અનેરી શ્રદ્ધા ધરાવે છે.

ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ગરેજ ગામના પંચ ગ્રુપના શિવભક્તો દ્વારા આમ તો આખા વર્ષ દરમિયાન પ્રસંગોપાત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાય છે. ત્યારે અહીં શ્રાવણ માસમાં શિવપુરાણ અને મહાભારતનું અધ્યયન કરાય છે. શ્રવણ માસમાં દરરોજ ધૂન ભજન કીર્તન સત્સંગનું આયોજન કરાય છે. દર સોમવારે સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે. તેમજ મહા આરતી સહિત શણગાર દર્શન યોજવામાં આવે છે. આ તકે મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...