તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:માધવપુર ઘેડ ખાતે અનેરો સેવાયજ્ઞ, કિટનું વિતરણ કરાયું

માધવપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ લંડન યુકે ના ઉપક્રમે હુતાશણી ના રંગપર્વ નિમિત્તે હરિભગત પરિવાર (લંડન) ના આર્થિક સહયોગથી 211 પરિવારો કે જેઓ ઝુપડપટ્ટીમા વસવાટ કરે છે તેઓને હુતાશણીની કીટ આપવામા આવી. જેમાં ખજૂર, ધાણી, દાળીયા, પતાસા, મમરા વગેરે ચીજોની કીટ આપવામાં આવી. જેથી આવા પરિવારો પણ ઉલ્લાસભેર હુતાશણીના પર્વની મજા માણી‌ શકે.

આ કાર્યક્રમમાં માધવરાયજી મંદિરના મુખ્યાજી, બેંક ના મેનેજર, મહેર આગેવાન રામભાઈ પરમાર, પુરોહિત ભાઈ મંત્રી, અતુલભાઈ કરગટિયા સાથે વેપારી આગેવાનો તેમજ મહિલા મંડળની બહેનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્ર્મને સોહામણો બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માનવતા પરિવાર ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો