તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દીવાલ પરથી પડતા ઓરીએન્ટ ફેક્ટરીના કર્મચારીનું થયું મોત

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા

પોરબંદરની ઓરીએન્ટ ફેક્ટરીમા કામ કરતો કર્મી દીવાલ પરથી પડી જતા રાજકોટ ખાતે સારવાર દરમ્યાન તેનું મોત થયું છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે પોરબંદરના બિરલા કોલોની ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતો ભાવેશ ભીમજીભાઈ બાલસ નામનો 29 વર્ષીય યુવાન ગત તા. 21/5 ના રોજ ઓરિએન્ટ ફેકટરીમાં કામ પર ગયો હતો અને કામ કરતા હતા તે દરમ્યાન આ કર્મી દીવાલ પરથી પડી જતા તેને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમ્યાન આ કર્મીનું મોત થયું હતું. આ બનાવને પગલે તેમના પરિવારજનો તથા કામદારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...