તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:ખારવા સમાજ દ્વારા RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરી અપાશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમસ્ત ખારવા સમાજ દ્વારા સમાજના બાળકોને RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી કરી આપવામાં આવશે.

પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ જીવાભાઈ શિયાળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, RTE હેઠળ શૈક્ષણિક વર્ષ 2021-22 મા નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1મા પ્રવેશના ફોર્મ ભરવાના શરૂ થયેલ હોય, જેથી સમાજ માંથી ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે.

આથી તા. 5/7 સુધીમાં બપોરે 4 થી 8 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે ઓરીજનલ ડોક્યુમેન્ટ રહેઠાણનો પુરાવો, ઓબીસી દાખલો, બાળકનો ફોટો, જન્મ દાખલો, વાલીની આવકનો દાખલો, બાળક અને વાલીનું આધારકાર્ડ અને બેંકની પાસબુક સાથે લાવવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...