ક્રાઇમ:બળેજમાં સળગેલી હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો

માધવપુરના બળેજ પંથકમાં શંકાસ્પદ હાલતમાં એક વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. સંપૂર્ણ સળગેલી હાલતમાં મળેલ આ મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. માધવપુરના બળેજ ગામે ટોડર સીમ નામના વિસ્તારમાં અંદાજે 70 વર્ષીય વૃદ્ધાનો સંપૂર્ણ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો લીધો હતો. પોલીસે આ મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે જામનગર ખસેડયો હતો. આ મામલે આ વિસ્તારમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છેકે,

આ વિસ્તારમાં ગેરકાયદેસર ખાણો બેફામ પણે ચાલી રહી છે અને તેમાં ગેરકાયદેસર વિજ કનેકશનો પણ આપેલ છે અને 11 કે.વી. સબ સ્ટેશનમાં વિજશોકને કારણે આ વૃધ્ધાનું મોત થયું હોવાની આશંકા છે તો એક તરફ આ વૃદ્ધાની હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે, ત્યારે વૃધ્ધાના મોતનું સાચું કારણ ફોરેન્સીક પીએમ ના રીપોર્ટ બાદ જ જાણી શકાશે. તપાસ ચલાવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...