સુધારણા કાર્યક્રમ:જિલ્લામાં મતદાર યાદી સુધારણા બાદ 10874 મતદારોનો વધારો નોંધાયો

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3146 નામ કમી થયા, આખરી મતદાર યાદી મુજબ કુલ મતદારની સંખ્યા 4,84,976 પહોંચી

પોરબંદર જિલ્લામાં મતદાર યાદી સુધારણા બાદ 10874 મતદારોનો વધારો નોંધાયો છે જ્યારે 3146 નામ કમી થયા હતા. આખરી મતદાર યાદી મુજબ કુલ મતદારની સંખ્યા 4,84,976 પહોંચી છે. પોરબંદર જિલ્લામાં ગત તા. 1 નવેમ્બરથી 30 નવેમ્બર એમ એક માસ દરમ્યાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના પુરૂષ અને સ્ત્રી મતદારોની નોંધણી, ટ્રાન્સફર, નામ કમી કરવા, ચૂંટણી પંચ દ્વારા તાલુકા બીએલઓ અને શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં બીએલઓ મારફતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત વિધાનસભા મુજબ વાત કરીએ તો 83 પોરબંદર વિધાનસભામા 6919 નવા મતદારો, 1284 કમી, ફોર્મ 8ના સુધારા વધારા 3073 અને એક ભાગ માંથી બીજા ભાગમા 1092 ની કામગીરી થઈ છે.

જ્યારે 84 કુતિયાણા વિધાનસભામાં 7101 નવા મતદાર ઉમેરાયા, 1862 કમી, 3653 સુધારા વધારા અને 214 એક ભાગ માંથી બીજા ભાગમાં આવ્યા. આમ જિલ્લામાં કુલ 14020 નવા મતદારો ઉમેરાયા છે જયારે 3146 નામ વિવિધ કારણોસર કમી થયા છે. આમ જિલ્લા માં કુલ 10874 મતદારો નો વધારો થયો છે કુલ 6725 લોકો એ મતદાર યાદી માં સુધારો કરાવ્યો હતો. જિલ્લાની આખરી મતદાર યાદી મુજબ કુલ 2,49,453 પુરુષ મતદાર અને 2,35,518 સ્ત્રી મતદાર અને 5 થર્ડ જેન્ડર મતદાર મળી મળી કુલ 4,84,976 મતદારોની સંખ્યા નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...