આયોજન:પોરબંદરમાં ઐતિહાસિક ગલીઓ અને ઇમારતોના ફોટાઓનું પ્રદર્શન યોજાયું

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્ટ ગેલેરી ખાતે તા. 7 સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે, પોરબંદર કન્ઝર્વેટરી અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આયોજન કરાયું

પોરબંદર કન્ઝર્વેટરી અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ઐતિહાસિક ગલીઓ અને ઐતિહાસિક ઇમારતો ના ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. પોરબંદર ના ખારવાવાડ તમેજ જે જુના પોરબંદર થી પ્રચલિત છે તે વિસ્તારમાં 50 થી વધુ અને 10 વર્ષના બાળકથી સિનિયર સીટીઝન લોકો એ સાથે મળીને સવારના 6 થી 10 આ ફોટોવોકમાં ભાગ લીધો હતો.

આ ફોટોવોકમાં જોડાયેલા તમામ ફોટોગ્રાફર્સનું જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, લાયન્સ ક્લબ સેન્કડ વાઇસ રિજનલ ગવર્નર હિરલબા જાડેજા, વાણોટ પવનભાઈ શિયાળ, સુમનસિંહજી ગોહિલ, રાજેશભાઈ લાખાણી, બલરાજભાઈ પાડલીયા, આરીફભાઈ રાઠોડ, પંકજ ચંદારાણા અને નિશાંત બઢ જેવા મહાનુભાવો ની હાજરીમાં આ ઐતિહાસિક ફોટોવોકનું પ્રદર્શન પોરબંદરની જાહેર જનતા માટે ખલ્લું મુકવામાં આવ્યું છે. સ્પર્ધામાં 50 ફોટોગ્રાફર્સમાંથી 17 ફોટોગ્રાફર્સ ને મોબાઈલ તથા કેમેરા માંથી સ્ટ્રીટ,આર્કિટેક્ચરિંગ અને મોનિક્રોમ જેવી અલગ- અલગ કેટેગેરીમાં વિજેતાઓ ઘોષિત કાર્ય હતા.

આ કાર્યકર્મનો ઉદ્ઘોષ ચંદ્રેશ કિશર દ્વારા કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર સ્પર્ધાનું જજમેન્ટ પોરબંદરના પ્રખ્યાત ફોટોગ્રફર જીતેન્દ્રસિંહ સોઢા અને ડો. રાજેશ કોટેચા દ્વારા આપવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પાઠવવમાં આવ્યું હતું. આ પ્રદર્શન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 07 ઓક્ટોબર 2021 સુધી રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...