આઝદી કા અમૃત મહોત્સવ અને સરકારના 100 દિવસની કામગીરીના લક્ષાંકોના ભાગરૂપે જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદર દ્વારા જવાહર નવોદય વિધાલય પોરબંદર ખાતે સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ફોટો ગ્રાફસનું પ્રદર્શન યોજાયુ હતુ. આ પ્રદર્શનનું ઉદઘાટન નરસિંહ મહેતા યુનિવર્સીટી જુનાગઢના ઇતિહાસ વિભાગના વડા ડો.વિશાલ જોષીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ સમારંભના અતિથી વિશેષ તરીકે અધ્યાપક ડો.રૂષિરાજ ઉપાધ્યાય, જવાહર નવોદય વિધાલયના આચાર્ય આર.એલ. કુમાવત, અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના અધિકારી જશવંતગિરિ ગોસ્વામી અને જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદરના અધિકારી વનરાજસિંહ હાડા ઉપસ્થિત રહ્યા હતા.
ડો.વિશાલ જોષીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવેલ કે વિવેકાનંદનું વ્યક્તિત્વ ભારતની ભાવિ પેઢી માટે પ્રેરણાત્મક છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને દર્શનનો ડંકો વગાડનાર વિવેકાનંદજીના વ્યાખ્યાનો અને સંદેશાઓને આત્મસાત કરીને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થઇ શકશે. જેથી ભારત વિશ્વગુરૂ બનશે. ડો.જોષીએ અભિલેખાગારની આ ઉમદા કામગીરીને બિરદાવીને જણાવ્યું કે ગુજરાતમાં જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદજીનો પ્રવાસ થયેલો છે, ત્યાં અભિલેખાગાર ખાતા દ્વારા પ્રદર્શનો યોજવા જોઇએ. ડો.રૂષિરાજ ઉપધ્યાયે જણાવેલું કે સ્વામી વિવેકાનંદનું જીવન યુવા શક્તિ માટે પ્રેરણારૂપ છે અને તેમના વિચારો શક્તિપુંજ સમાન છે.
આ સમગ્ર પ્રદર્શનનું આયોજન અભિલેખાગાર ખાતું ગાંધીનગરના અધિકારી જશવંતગિરિ ગોસ્વામી અને જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદરના અધિકારી વનરાજસિંહ હાડા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રદર્શનથી વિધાર્થીઓ-યુવાનો વિવેકાનંદજીના જીવન ઝરમરના ફોટોગ્રાફસથી પ્રેરણા લઇને ભારતની ભાવિ યુવા શક્તિનું નવસર્જન થશે તેમ જણાવ્યુ હતુ. જવાહર નવોદય વિધાલયના આચાર્ય આર.એલ.કુમાવતે સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રેરક પ્રસંગોનું આબેહુક વર્ણન કરીને વિવેકાનંદજીના જીવન મુલ્યો જીવનમાં ઉતારવા વિધાર્થીઓને હાકલ કરી હતી. આ પ્રદર્શન જવાહર નવોદય વિધાલયના 550 વિધાર્થીઓ,શિક્ષકો તેમજ એરપોર્ટના પરિવારજનો નિહાળીને અભિભુત થયા હતા અને આવા વિવિધ પ્રદર્શનો સમયાંતરે યોજાય અને પોરબંદરવાસીઓને તેમનો લાભ મળતો રહે તેમ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.