સુવિધાનો લાભ મુસાફરોને મળશે:પોરબંદર રેલ્વે સ્ટેશનમાં ઓટોમેટિક ટિકીટ વેન્ડિંગ મશીન કાર્યરત કરાયું ને બીજે દિવસે બંધ પડી ગયું !

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઉટ ઓફ સર્વિસ લખાઈને આવે છે, રેલ્વે તંત્ર દ્વારા ડિવિઝનને જાણ કરાતા મશીન રિપેર કરવામાં આવશે

આખરે પોરબંદર રેલ્વે સ્ટેશનમાં ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન કાર્યરત કરાયું હતું અને બીજે જ દિવસે આ મશીન બંધ પડી જતાં રેલ્વે તંત્ર દ્વારા આ અંગે ડિવિજન ખાતે જાણ કરી છે. પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ આ મશીન ચાલુ કરવામાં આવ્યું ન હતું. લાંબા સમયથી આ મશીન શોભાના ગાંઠિયા સમાન બની ગયું હતું અને આ મશીન કાર્યરત કરવા માંગ પણ ઉઠી હતી. રેલ્વે ડિવિજન દ્વારા જાહેર કર્યું હતુંકે, પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે.

પરંતુ આ અંગે તપાસ કરતા રેલ્વે સૂત્રોએ જણાવ્યું હતુંકે, તા.18ના રોજ આ મશીન કાર્યરત કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે જ આ મશીન બંધ થઈ ગયું છે. આઉટ ઓફ સર્વિસ બતાવે છે. પરંતુ ટેકનિકલ ફોલ્ટ આવી જતા આ મશીન એજ દિવસે બંધ પડી ગયું છે. આઉટ ઓફ સર્વિસ લખાઈ ને આવે છે. અહી ટેકનિકલ પ્રોબ્લેમ મુંબઈથી થયો છે.

કાલે શુક્રવારે જૂનાગઢથી એન્જિનિયર આવશે અને રિપેર કરી દેશે તેવું જણાવ્યું છે. આ મશીન શરૂ થાય ત્યારે રેલવે સ્ટેશન પર યાત્રિકોને પ્લેટફોર્મ ટીકીટ કે જનરલ ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે નહિ. આ મશીનના માધ્યમથી રેલ્વે સ્ટેશન પર યાત્રિકો જનરલ ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશે. આ ઉપરાંત યાત્રિકો રેલ્વેનો પાસ, ટ્રેનની ઉપલબ્ધતા પણ જાણી શકશે. પરંતુ આ મશીન રિપેર થયા બાદ આ મશીનની સુવિધાનો લાભ મુસાફરોને મળશે.

અન્ય સમાચારો પણ છે...