તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગનો મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયો

પોરબંદર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં સુરેન્દ્રનગર એસીબીનું સફળ છટકું
 • રોડના કામ પૂર્ણ થતાં બિલ મંજુર માટે રૂ. 1.11 લાખની રકમ માંગી હતી

પોરબંદરના જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેરને 1.11 લાખની લાંચ લેતા એલસીબીએ ઝડપી લીધાે હતા. પોરબંદર જિલ્લામાં ભારાવાડા થી રાંદલ મંદીર, ખાંભોદર તરફ જતો રસ્તો તથા બગવદર થી રાંદલ મંદીર થઈ કીંદરખેડા તરફ જતા રોડના કામો પેટા કોન્ટ્રાક્ટમાં રાખી કામો પુર્ણ કરેલ જે કરેલ કામના બિલો મંજૂર કરવાના અવેજ પેટે આ કામના પોરબંદરના જિલ્લા પંચાયત કચેરીના માર્ગ અને મકાન વિભાગમા મદદનીશ ઈજનેર કલાસ 2 કર્મી મિલન સુરેશભાઈ રાયઠઠાએ ફરિયાદી પાસેથી રૂા.1,11,000 ની લાંચની માંગણી કરી હતી,

જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર નો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે ગુરુવારે ડી.વી. રાણા, પો.ઇ. એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ દ્વારા આ અંગે છટકુ ગોઠવ્યુ હતું. દરમ્યાન ફરીયાદી પાસેથી રૂા.1,11,000 ની માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર આ મદદનીશ ઈજનેર મિલન રાયઠઠા છટકામાં લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. આ કર્મીએ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કરતા આ કર્મી આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો