ઓટીઝમ, સેરેબલ પાલ્સી, માનસિક દિવ્યાંગતા અને મલ્ટીપલ ડીસેબિલિટી ધરાવતા વ્યક્તિઓ માટેના નેશનલ ટ્રસ્ટ એક્ટ-1999 હેઠળની જિલ્લા કક્ષાની કમીટીની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં એક લાભાર્થીની ગાર્ડીયનશીપ મેળવવા અંગેની અરજી કમીટી દ્વારા મંજુર કરવામાં આવી હતી.
આ તકે ઉપરોક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે નેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત નિરામયા હેલ્થ ઈન્સ્યોરંસ યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પોરબંદર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન 24 લાભાર્થીઓના રીન્યુઅલ અને 159 નવા લાભાર્થીઓને નિરામયા હેલ્થ ઈન્સ્યોરન્સ યોજના હેઠળ રૂ.1 લાખની વીમા પોલીસી કરાવવામાં આવી છે. નિરામયા હેલ્થ ઈન્સ્યોરન્સ યોજના અંતર્ગત 50% કે તેથી વધુ ઓટીઝમ, સેરેબલ પાલ્સી, માનસિક મંદતા અને મલ્ટીપલ ડીસેબિલિટી ધરાવતા વ્યક્તિઓને ઈન ઓ.પી.ડી. અને આઉટ ઓ.પી.ડી સારવાર માટે રૂ.1 લાખ સુધીના ખર્ચની રકમ મળવા પાત્ર થાય છે.
આ યોજનાઓનો તમામ મનોદિવ્યાંગ વ્યક્તિઓ સુધી લાભ પહોંચે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે જરૂરી લાભાર્થીઓને સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી યોજનાનો લાભ લેવા જિલ્લા કલેક્ટર અશોક શર્માએ દ્વારા અપીલ કરવામા આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.