માર્ગદર્શન:કોલેજમાં એન્યુઅલ સાયન્સ ફિસ્ટ યોજાયો

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજ્ઞાનશાખામાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

પોરબંદરની મોઢા કોલેજ ખાતે એન્યુઅલ સાયન્સ ફિસ્ટ યોજાયો હતો.વિજ્ઞાનશાખામાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ગણિત સહિતની માહિતી આપવાના આશયથી આયોજિત કાર્યક્રમમાં 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પોરબંદરની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર વીજે મોઢા કોલેજ દ્વારા શહેર અને જિલ્લાના ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ગણિત સહિત પ્રાયોગિક જ્ઞાન અને પ્રયોગોની ઊંડાણથી માહિતી આપવાના આશયથી એન્યુઅલ સાયન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓના પ્રાયોગિક જ્ઞાનમાં વધારો થાય અને વિજ્ઞાનના અદ્વિતીય જ્ઞાનનો અનુભવ થાય તેવા આશયથી આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળાઓએ હકારાત્મક પ્રતિસાદ આપી વિદ્યાર્થીઓનો ઉચ્ચાર વધાર્યો હતો. બે દિવસના આ વિજ્ઞાન પ્રદર્શનમાં 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિજ્ઞાન અને જ્ઞાનની દુનિયામાં અદભુત સફર કરતા અને પ્રદર્શન નિહાળવા આવનાર વિદ્યાર્થીઓને ગિફ્ટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રીના વિવિધ પ્રયોગોએ વિચારતા કરી મૂક્યા હતા, તો ફિઝિક્સ લએ નવાઈ પ્રમાળી હતી.

તેમજ ગણિતના સિદ્ધાંતોની સાદી સમજથી ગણિત સરળ લાગ્યો તો બાયોલોજી અને બોટની વિદ્યાર્થીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા. આમ સામાન્ય જીવનમાં ખૂબ જ ઉપયોગી વિજ્ઞાનની અનુભૂતિ અવારનવાર સૌ વિદ્યાર્થીઓને અનુભવાય હતી. પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...