તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુંડાવાદર સીમમાં પ્રૌઢ પર 2 શખ્સે કર્યો હુમલો

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનના રસ્તા મુદ્દે લાકડી વડે માર માર્યો

મોઢવાડા ગામની સુંડાવાદર સીમમાં જમીનના રસ્તા બાબતે મનદુઃખમાં 2 શખ્સોએ પ્રૌઢને લાકડી વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. મોઢવાડા ગામે ભૂતનાથ મંદિર પાછળ રહેતા દેવશીભાઈ પૂંજાભાઈ મોઢવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મોઢવાડાની સુંડાવદર સીમમાં રહેતામાં રહેતા બાબુ ઉર્ફે માંડણ પરબત મોઢવાડીયા અને કેશુ બાબુ ઉર્ફે માંડણ પરબત મોઢવાડીયા નામના શખ્સોની ખેતીની જમીન એકજ સેઢે આવેલ હોય અને આ જમીનના રસ્તા બાબતે ચારેક વર્ષથી મનદુઃખ ચાલ્યું આવતું હોય તેમજ આ જમીનના વાંધા વાડા રસ્તામાં શખ્સોએ માટી નાખતા આ પ્રોઢે શખ્સોને રસ્તામાં માપણી કરાવ્યા વગર શામાટે માટી માટી નાખી છે તેવું કહેતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો કાઢી પ્રૌઢને લાકડી વડે માર મારી ઇંજા પહોંચાડતા પ્રોઢે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...