જનજાગૃતિ કાર્યક્રમ:પ્રમુખ સ્વામીજીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન યોજાયું

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએપીએસ દ્વારા પ્રકૃતિ સંવર્ધન વિશે જનજાગૃતિ સહિતના કાર્યક્રમ યોજાયા

પોરબંદર શહેરમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બી.એ.પી.એસ.સ્વામીનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના રાજમાર્ગો પર વિવિધ ફલોટ સાથે વ્યસન મુક્તિ અભિયાનની સાથોસાથ પ્રકૃતિ સંવર્ધન વિષે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

પાણી બચાવો, વીજળી બચાવો, વૃક્ષ વાવો સહિતનો સંદેશ અપાયો હતો. વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અંતર્ગત શહેરના રાજમાર્ગો પર રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં બાળ બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના તથા વીજળી પાણી અને વૃક્ષનું સંરક્ષણ કરવાના પાઠ શીખવ્યા હતા. સેલ્ફ ડિફેન્સ, કોમ્યુનિકેશન, લીડરશીપ સહિતના સુષુપ્ત શક્તિઓ આ બાળ બાલિકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી.

અન્ય સમાચારો પણ છે...