તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બગવદર નજીક વાછોડા ગામના રસ્તે કાર, બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

બગવદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો, જાનહાની ટળી

બગવદર થી એક કિલોમીટર દૂર વાછોડા ગામના રસ્તે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનને ઇંજા પહોંચી હતી. બગવદર થી એક કિલોમીટર દૂર વાછરા ગામના રસ્તે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાઈક નં. GJ25 F 1473 અને કાર નં.GJ 25 J 2391 વચ્ચે થયો હતો. અકસ્માતમા જયેશ લખુભાઇ ગોઢાણિયા નામના 21 વર્ષીય યુવાનને ઇજા પહોંચતા તેને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.

આ રોડ સિંગલ પટ્ટીનો રોડ છે અને બગવદર થી વાછોડા ફક્ત ત્રણ કિલોમીટર થાય છે, પરંતુ રસ્તા ઉપર 4 થી 5 વળાંક આવતા હોવાથી વાહનચાલકો ધુમ સ્પીડે વાહન ચલાવતા હોવાથી અકસ્માત ની શક્યતા વધી જાય છે. સદનસીબે જાનહાની ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલનો પોલ અકસ્માત થી ફક્ત બે ફૂટ દૂર રહી જતા મોટી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો