પોરબંદર મચ્છી માર્કેટની દુર્દશા:વરસતા વરસાદ વચ્ચે મહિલાઓ મચ્છીનો વેપાર કરવા મજબૂર

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોમાસા દરમ્યાન વરસતા વરસાદ વચ્ચે મહિલાઓ મચ્છીનો વેપાર કરવા મજબૂર બની છે. - Divya Bhaskar
ચોમાસા દરમ્યાન વરસતા વરસાદ વચ્ચે મહિલાઓ મચ્છીનો વેપાર કરવા મજબૂર બની છે.
  • મહિલા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી, જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવા માંગ ઉઠી

પોરબંદરની મચ્છી માર્કેટની દુર્દશા નજરે ચડે છે. ચોમાસા દરમ્યાન વરસતા વરસાદ વચ્ચે મહિલાઓ મચ્છીનો વેપાર કરે છે. મચ્છી વેંચતા મહિલા ધંધાર્થી અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે. પોરબંદરની મચ્છી માર્કેટમા મહિલાઓ મચ્છીનો ધંધો કરે છે. આ માર્કેટમાં છતનો અભાવ છે. માછલીઓ બગડી ન જાય તે માટે મહિલા ધંધાર્થીઓએ કાપડ બાંધીને છત બનાવી છે. છત ન હોવાને કારણે અહીં દરેક ઋતુમાં હાલાકી વેઠવી પડે છે. મચ્છી માર્કેટમાં છતના અભાવને કારણે ખાસ કરીને ચોમાસા દરમ્યાન વરસાદી પાણી આવે છે. જેથી કાપડ ઢાંકેલ હોવાથી પાણી સીધું નીચે આવે છે અને કિચકાણ ફેલાઈ છે.

આવી સ્થિતિમાં વેપાર કરવો મુશ્કેલ બને છે. આ સમસ્યા લાંબા સમયથી ચાલી આવે છે. આમછતાં હજુસુધી આ સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. માર્કેટમાં છત ન હોવાથી અને કપડાં બાંધેલ હોવાથી ગ્રાહકો પણ સરખી રીતે ઉભી શકતા નથી અને મહિલા વેપારીઓને પણ મુશ્કેલી પડે છે. વરસાદી પાણી પડવાથી કીચડ તથા ગંદકી ફેલાઈ છે. આથી અહીં છત સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી મહિલા વેપારીઓએ માંગ કરી છે.

બજેટમાં રૂપિયા મંજુર થયા પણ કામ શરૂ કરાયું નથી
મચ્છી માર્કેટની દુર્દશા હોવાથી પાલિકા દ્વારા આ માર્કેટમાં છત સહિતના સમારકામ માટે બજેટમાં રૂપિયા પણ મંજુર કરવામાં આવ્યા છે પરંતુ હજુસુધી માર્કેટના સમારકામ માટે કામગીરી શરૂ કરવામાં આવી નથી.

દુકાનોના શટરની બદતર હાલત
મચ્છી માર્કેટમાં ધંધાર્થીઓને માલ સામાન રાખવા માટે ગોડાઉન ટાઈપ દુકાનો બનાવેલ છે. આ દુકાનોના શટરો ખવાઈ ગયા છે. કેટલાક શટરોની એટલી હદે બદતર હાલત થઈ છેકે શટરો ઉખડી ગયા છે.

જેમ તેમ કરીને માલ વેચીએ છીએ
મચ્છી માર્કેટ ખાતે અનેક મહિલા વેપારી મચ્છીનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છત સહિતની સુવિધા ઉપલબ્ધ ન થતા માલ ઉપર કાપડ બાંધીને ધંધો કરવો પડે છે. વરસાદી પાણી ભરાઈ જાય છે અને માછલી સહિતનો માલ બગડે છે. આમછતાં પેટિયું રળવા અસુવિધા વચ્ચે જેમતેમ કરીને માછલીનો ધંધો કરવો પડે છે તેવું મચ્છીના ધંધાર્થીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...