સમાધાન:2 વર્ષથી પિયરમાં રહેલ પીડિતાને અભયમ ટીમના કાઉન્સેલિંગ થકી સમાધાનકારી નિરાકરણ લાવ્યું

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માવતર પક્ષના સાસરા પક્ષ સાથે સમાધાન કરવા માંગતો ન હતો
  • પોરબંદરની 181 અભયમ ટીમે પરીવારને એક કર્યો

પોરબંદર જિલ્લાના છેવાડાના ગામમાં થી એક બહેન દ્રારા 181 માં ફાેન કરી મદદ માંગી હતી. જેથી 181 ટીમના કાઉન્સેલર સોલંકી મીનાક્ષી, મહિલા કોન્સ્ટેબલ કિરણબેન, પાયલોટ કિશન દાસા સહીતની ટીમ તુરંત જ પીડિતાના સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે, તેમના લગ્નનને 10 વર્ષ થયેલ હોય, તેઓને સંતાનમાં એક બાળક પણ છે. 2વર્ષ પહેલા પતિ સાથે ઝઘડો થતાં પીડિતાએ તેમના પિતાને તેડાવેલ તથા તેમની સાથે પિયરમાં બાળકને લઈ આવી ગયેલા.

બાદ સાસરીના લોકોએ બે-ત્રણ વાર સમાધાન માટે વાત કરેલ પરંતુ માવતર પક્ષેથી પિતા તથા ભાઈ ત્યાં સાસરીમાં સમાધાન કરી મોકલવાની ના પાડતા હોય પરંતુ આ પીડિતાને સમાધાન કરી ત્યાં જ ઘર ચલાવવું હોય તેથી સમાધાન માટે 181ની મદદ લીધેલ હતી.181 ટીમ દ્વારા પીડિતાના માતાપિતાની વાત સાંભળી તેઓનું કાઉન્સિલિંગ કરેલ અને દીકરી તથા તેના બાળકના ભવિષ્ય વિશેની સમજણ આપી હતી. તેથી પિતાના માતા, પિતા ભાઈ સમાધાન કરી પીડિતાને મોકલવા માટે તૈયાર થઈ જતા પીડીતાના પતિને ફોન કરી સ્થળ પર બોલાવી પીડીતા તથા તેના પતિનું કાઉન્સિલિંગ કરી તેમના અને તેમના બાળકના ભવિષ્ય વિશે સમજણ આપી, એકબીજા પ્રત્યેની જવાબદારીનુ ભાન કરાવતા પીડિતાના પતિ પણ તેની પત્ની સાથે રહેવા માની ગયા હતા.

પરંતુ પીડિતાના પતિ પોલીસ સ્ટેશન જઈ કાયદાકીય રીતે લખાણ કરી પોલીસ સ્ટેશનમાંથી તેઓને તેમની પત્ની સોપવામાં આવે તેવો આગ્રહ રાખતા હોય તેથી બંને પક્ષને મહિલા પોલીસ સ્ટેશન લઇ ગયેલ અને ત્યાં હાજર મહિલા કોન્સ્ટેબલ રમાબેન બાલસને તમામ માહિતીની જાણ કરતા તેઓએ 181 ટીમની સાથે રહી બંને પક્ષોનુ કાઉન્સેલિંગ કરી બંને પક્ષોનુ નિવેદન લઇ બંને પક્ષની હાજરીમા પિડીતાને તેમના પતિને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...